Sunday, June 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયા અને ડેન્ગ્યુ રોગ વિશે જનજાગૃતિ ફેલાવાઈ

ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયા અને ડેન્ગ્યુ રોગ વિશે જનજાગૃતિ ફેલાવાઈ

મોરબીના ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.એસ.એચ.જીવાણીની સુચના મુજબ મ.પ.હે.સુ- ખાખરાળાના કે.કે. કાલરીયાના માર્ગદર્શન હેઠળ ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નીચે આવતા સેજના ગામો જેવા કે ખાખરાળા, જેપુર, લુંટાવદર, પીપળીયા, માનસર, વનાળીયા વગેરે ગામમાં જૂન માસ મેલેરિયા વિરોધી માસ નિમિત્તે શાળાઓમાં ગપ્પી ફીશ તેમજ મેલરિયા-ડેન્ગ્યુના મચ્છરના પોરા નિદર્શન શાળામાં બતાવવામાં આવ્યું હતું. તેમજ ગામમાં પત્રિકા વિતરણ કરવામાં આવી હતી.

ગામમાં મેલેરિયા-ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવા રોગો વિશે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. મચ્છરના પોરા માછલીઓ કઈ રીતે ખોરાકમાં લે છે તે લાઈવ શાળાના બાળકોને બતાવવામાં આવ્યું હતું. સાથેજ આવા રોગો થતાં અટકાવવાના પ્રયાસ કરાયા હતા. દરેક ગામમાં ક્લોરિનેશન ચેક કરવાની કામગીરી તેમજ પાણીજન્ય રોગચાળો અને મચ્છરજન્ય રોગચાળા વિશે લોકોને માહિતગાર કરાયા હતા. સબ સેન્ટર લુંટાવદરમાં ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અરવિંદભાઈ પરમાર દ્વારા પોતાના સબ સેન્ટરના ગામ લુંટાવદર અને પીપળીયામાં માઈક પ્રચાર કરી મેલેરિયા વિશે જાહેરાત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments