Saturday, May 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમિતાણા ઓવરબ્રિજ ચડતી વખતે રિક્ષા અચાનક ટ્રકના પાછળના ભાગે ઘુસી જતા બે...

મિતાણા ઓવરબ્રિજ ચડતી વખતે રિક્ષા અચાનક ટ્રકના પાછળના ભાગે ઘુસી જતા બે ઘાયલ

ટંકારા : રાજકોટ-મોરબી હાઇવે પર મિતાણા ઓવરબ્રિજ ચડતા એક ભયાનક અકસ્માત બન્યો હતો. ભારે વજનદાર ટ્રક અને સી.એન.જી. રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતા બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે.

અકસ્માત બાદ ટંકારા પોલીસ સ્ટેશનના નેકનામ ઓપીના રાઈટર ધવલભાઈ પટેલે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઘાયલ વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સ્થળ ઉપર હાજર મિલન નિમાવતએ જણાવ્યું હતું કે, “ઓવરબ્રિજ ચડતી વખતે સી.એન.જી. રિક્ષા અચાનક ટ્રકના પાછળના ભાગે ઘુસી ગઈ હતી.” અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાના આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments