Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi૧૫ નવેમ્બરના રોજ મોરબી જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના...

૧૫ નવેમ્બરના રોજ મોરબી જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે નિશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાશે

ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત પત્રકારોની આરોગ્ય  તપાસની સાથે વિવિધ આરોગ્ય ટેસ્ટ કરાશે

સરકારની ફિટ ઈન્ડિયાની સંકલ્પના સાથે મોરબી જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૫ નવેમ્બરના રોજ સવારે ૦૮:૩૦ થી ૧૧:૦૦ દરમિયાન પટેલ લેબોરેટરી, સરદાર બાગ સામે, શનાળા રોડ, મોરબી ખાતે મીડિયા કર્મીઓ માટે નિ:શુલ્ક આરોગ્ય તપાસનો કેમ્પ યોજાશે.

મીડિયાકર્મીઓની ચિંતા કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગત વર્ષથી સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લાઓ ખાતે આવેલી માહિતી કચેરીઓના સહકારથી તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી પત્રકારશ્રીઓ માટે વિવિધ પ્રકારના આરોગ્ય ટેસ્ટ થાય તે માટેની શરૂઆત કરાવી હતી જે નૂતન અને હિતલક્ષી ઉપક્રમનું આ બીજું વર્ષ છે. જેના ભાગરૂપે મોરબીમાં વિશેષ નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ યોજાનાર છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments