Friday, May 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પાનની દુકાનમાં ડ્રગ્સનું વેચાણ : 14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એકની...

મોરબીમાં પાનની દુકાનમાં ડ્રગ્સનું વેચાણ : 14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એકની ધરપકડ

પાર્ક ફન હોટલ સામે એસઓજી પોલીસ ટીમનો દરોડો

મોરબી : મોરબી શહેર જિલ્લામાં યુવાધન દેશી, વિદેશી દારૂ, ગાંજો અને નશીલા મેફેડ્રોન જેવા પદાર્થનું કરતા થયા છે. જો કે, પોલીસ પણ દારૂ – ડ્રગ્સના દુષણ સામે સતત કામગીરી કરી રહ્યું છે ત્યારે હવે તો ડ્રગ્સનું દુષણ પાનની દુકાન સુધી પહોંચી ગયું છે. આવા જ એક કિસ્સામાં એસઓજી ટીમે નેશનલ હાઇવે પર પાર્ક ફન હોટેલ સામે પાનની દુકાનમાં દરોડો પાડી 14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કરી એક આરોપીને ઝડપી લઈ અન્ય એક આરોપીનું નામ ખોલાવ્યું હતું.

મોરબી એસઓજી પોલીસ ટીમે બાતમીને આધારે ગઈકાલે મોરબી- માળીયા નેશનલ હાઇવે પર આવેલ પેસિફિક બિઝનેશ પાર્ક ફન હોટલ સામે આવેલ ડિલક્સ પાનની દુકાનમાં દરોડો પાડી આરોપી મૂળ જામનગરના અને હાલમાં કુબેરનાથ સોસાયટીમાં રહેતા આરોપી નવઘણભાઈ કિશોરભાઇ છીપરિયાને નશીલા મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂપિયા 42,000 સાથે ઝડપી લઈ ડ્રગ્સ વેચાણ થકી મેળવેલ રોકડા રૂ.29,600 ઉપરાંત રૂ.30 હજારની કિંમતના બે મોબાઈલ ફોન સહિત 1,01,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછતાછમાં મેફેડ્રોન ડ્રગ્સના આ ધંધામાં આરોપી કલ્પેશ રહે.ધ્રાંગધ્રા વાળાની સંડોવણી હોવાનું કબુલતા એસઓજી ટીમે આરોપી નવઘણની ધરપકડ કરી આરોપી કલ્પેશને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments