નિર્મલ જારીયાને પક્ષને મજબૂત બનાવી લોક ઉપયોગી કાર્યો બદલ મહત્વની જવાબદારી સોંપી
મોરબી : ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી તથા મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાએ જિલ્લા ભાજપની ટીમની રચના કરી છે. જેમાં મોરબીના યુવા પ્રતિભાવશાળી નેતા નિર્મલભાઇ સામતભાઈ જારીયા ની જિલ્લાના મહામંત્રી તરીકે નિમણૂક કરી છે. જેમાં ખાસ કરીને પાર્ટીને વધુ મજબૂત બનાવી લોક ઉપયોગી કાર્યો કરનાર યુવા નેતા નિર્મલ જારીયાને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપી છે.
યુવા નેતા નિર્મલભાઈ જારીયાએ અગાઉ જિલ્લા ભાજપના મંત્રી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ,વાંકાનેર તાલુકાના પ્રભારી ,તેમજ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે પક્ષમાં એકદમ વફાદારપૂર્વક અને ખૂબ જ નિષ્ઠાથી જવાબદારી નિભાવી હોય અને સૌથી અગત્યના ભારતીય જનતા પાર્ટીમાં સદસ્યતા અભિયાન 2025 માં મોરબી જિલ્લામાં સૌથી વધુ 5,600 થી વધુ સભ્યો બનાવી પ્રદેશ કક્ષાની એક પ્રભાવશાળી નેતા તરીકેની છાપ ઉપસાવી હતી. આથી પાર્ટી પ્રત્યેની નિષ્ઠા તેમજ પાર્ટીને મજબૂત બનાવી લોક ઉપયોગી કાર્યોની નોંધ લઈ તેમની જિલ્લાના મહામંત્રી તરીકે પસંદગી થઈ છે.
સરળ, શાંત અને સ્વચ્છ વ્યક્તિત્વ ધરાવતા નિર્મલભાઇ જારીયાએ અનેક કાર્યકર્તાઓનું ઘડતર અને માર્ગદર્શન પૂરું પાડી એક આગવી છાપ ઊભી કરી છે. વિશાળ સંખ્યામા શુભચિંતકો લોકપ્રિય યુવા નેતા નિર્મલ જારીયાને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.









