મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસને ચોક્કસ બાતમી મળતા દરોડો પાડીને નવા બસ સ્ટેન્ડ સામે લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા મુકેશ આશુભાઇ કારીયા, બાબુ રાજાભાઇ કંજારીયા, રહિમ કાસમભાઇ સુમરા, સુરેશ વાલજીભાઇ કણજારીયા અને અલ્તાફ કાસમભાઇ જુણાચને પકડી પાડી કુલ રોકડા ૨૪૦૦૦ કબજે લઇ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










