મોરબી ડેઈલી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી લોહાણા સમાજના મહિલા અગ્રણી ગૌ.વા. માલાબેન જીતેન્દ્રભાઈ (R.K.) કક્કડની બીજી માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનો દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને ભાવભીની અને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સદ્ગતના દિવ્ય તેમજ પવિત્ર આત્માની શાંતિ અર્થે જીતેન્દ્રભાઈ કક્કડ (R.K.), અર્જુનભાઈ કક્કડ, લખનભાઈ કક્કડ સહિતના પરિવારજનો દ્વારા જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી.
આ તકે ગિરીશભાઈ ઘેલાણી, નૈમિષભાઈ પંડિત, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, ભાવિનભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત, કિશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, કિશોરભાઈ ઘેલાણી, વિપુલભાઈ પંડિત, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હિતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દિનેશભાઈ સોલંકી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.









