Sunday, April 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગર પાલિકા ચુંટણી: વોર્ડ નં. 9માં ભાજપ ઉમેદવાર હિરેન કરોતરા, જીત...

મોરબી મહાનગર પાલિકા ચુંટણી: વોર્ડ નં. 9માં ભાજપ ઉમેદવાર હિરેન કરોતરા, જીત પહેલા જ લોકોના દિલ જીત્યા..!

પ્રચાર સાથે જનસેવા-સ્થળ પર પ્રશ્નોનું નિરાકરણ લાવી રહ્યા છે લોકોમાં વિશ્વાસ

મોરબી મહાનગર પાલિકાની ચૂંટણી આગામી 26 એપ્રિલે યોજાનાર છે, જેને લઈને શહેરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હિરેન કરોતરા પોતાની અનોખી કામગીરીને કારણે ખાસ ચર્ચામાં રહ્યા છે.

હિરેન કરોતરા માત્ર પ્રચાર પૂરતા સીમિત ન રહી, પરંતુ લોકોના પ્રશ્નો સ્થળ પર જ સાંભળી તેના નિરાકરણ માટે તાત્કાલિક પ્રયાસો કરી રહ્યા છે. પરિણામે તેઓએ ચૂંટણી જીતે તે પહેલા જ લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. તાજેતરમાં રાધે કૃષ્ણા સ્કૂલ આગળ, કન્યા છાત્રાલય રોડ તથા ધર્મ વિજય ગેટ પાસે સરદાર સોસાયટી વિસ્તારમાં લાંબા સમયથી કચરો અને અસફાઈની સમસ્યા ઉભી રહી હતી. આ મુદ્દો ધ્યાનમાં આવતા જ હિરેન કરોતરાએ તાત્કાલિક કામગીરી હાથ ધરી, સ્થળ પર સફાઈ કરાવી અને કચરાનું નિરાકરણ લાવ્યું હતું. જેના કારણે સ્થાનિકોમાં રાહતનો અનુભવ થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, હિરેન કરોતરાને સમાજસેવાની પ્રેરણા પરિવારથી જ મળી છે. તેમના પિતા પરબતભાઈ રબારી હાઉસિંગ બોર્ડ અને વોર્ડ નં. 9 સહિતના વિસ્તારોમાં લોકોના પ્રશ્નો પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહી સેવા આપતા રહ્યા હતા. સાથે જ તેમની માતા લાભુબેન પરબતભાઈ કરોતરા પણ ભૂતકાળમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી ચૂક્યા છે. પરિવારના સંસ્કારો અને સેવા પરંપરાને આગળ વધારતા હિરેન કરોતરા હાલ લોકો વચ્ચે સક્રિય રીતે કાર્યરત છે. સ્થાનિકોમાં તેમની કામગીરીને લઈ સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને આવનારી ચૂંટણીમાં તેમની જીત નિશ્ચિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments