ભુજ શહેર ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – 4 ના 10 માં દિવસે 12 ટીમો અને મીરઝાપર ખાતે પણ 12 ટીમો વચ્ચે મેચો રમાઈ હતી. કચ્છ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. 400 થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ – મોરબી માળીયા ની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે.
આ સાથે તારીખ 12/05/2026 ના દસમા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “ઓધવ સ્ટાર્સ ભુજ” અને ”જદુરા ઇલેવન” વચ્ચે રમાઇ બીજી મેચ “પાવર હીટર ભુજ” અને “વિશ્વકર્મા ઇલેવન આદિપુર” વચ્ચે રમાઇ, ત્રીજી મેચ “બ્લૂ ડાયમંડ ઇલેવન ખોખરા અને “અરમાન ઓટો ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ હતી. ચોથી મેચ “યંગસ્ટાર ઇલેવન ભુજ” અને “કસુંબી ઇલેવન વચ્ચે રમાઇ, પાંચમી મેચ “કિસ્મત ઇલેવન ખીરસરા” અને “જય માતાજી ઇલેવન ભુજપુર” વચ્ચે રમાઇ, છઠ્ઠી મેચ “ઓધવબાગ ઇલેવન માધાપર” અને “ જય ગોગા ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.
આ સાથે મીરજાપર ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં તારીખ 12/05/2026 ના આઠમ દિવસની પ્રથમ મેચ “આશાપુરા ઇલેવન” અને ”અલખધણી ઇલેવન ધાણેટી” વચ્ચે રમાઇ, બીજી મેચ “શિવશક્તિ ઇલેવન સલાયા” અને “બાપા સીતારામ ઇલેવન” વચ્ચે રમાઇ, ત્રીજી મેચ “વીર ભકતસિંહ ઇલેવન” અને “કચ્છ આર્ટ” વચ્ચે રમાઇ હતી. ચોથી મેચ “SB ઇલેવન ભુજ” અને “રતીયા ઇલેવન” વચ્ચે રમાઇ, પાંચમી મેચ “દક્ષ ઇલેવન ખારોઈ” અને “શિવ ઇલેવન અંજાર” વચ્ચે રમાઇ છઠ્ઠી મેચ “વર્ધમાન ઇલેવન” અને “ પોલીસ હેડ ક્વાટર્સ ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ હતી.












