Monday, May 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી-વાંકાનેર હાઇવે પર ફિલ્મી ઢબે લૂંટ : યુવકને છરી મારી રૂ. 9.89...

મોરબી-વાંકાનેર હાઇવે પર ફિલ્મી ઢબે લૂંટ : યુવકને છરી મારી રૂ. 9.89 લાખ લૂંટી સ્વીફ્ટ કારમાં શખ્સો ફરાર

મોરબી જિલ્લામાં દિવસદાટે લૂંટની મોટી ઘટના સામે આવી છે. મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર સરતાનપર રોડ નજીક સ્વીફ્ટ કારમાં આવેલા ત્રણ શખ્સોએ એક્ટિવા પર જઈ રહેલા યુવકને ટક્કર મારી છરી વડે હુમલો કરી અંદાજે રૂ. 9.89 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ જતા પોલીસ તંત્ર દોડતું થયું છે. ઘટનાના પગલે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, માણેકવાડા ગામના રહેવાસી અને મની ટ્રાન્સફરનું કામ કરતા 26 વર્ષીય ફારૂકભાઈ રજાકભાઈ સુમરા સોમવારે બપોરે લગભગ બે વાગ્યાના અરસામાં એક્ટિવા પર ઉઘરાણીની અંદાજે રૂ. 9.89 લાખ જેટલી રકમ લઈને મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા.

તે દરમિયાન સરતાનપર રોડ નજીક આવેલા લોનિક્સ સિરામિક કારખાના પાસે પહોંચતા સ્વીફ્ટ કારમાં આવેલા ત્રણ શખ્સોએ તેમની એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર લાગતા ફારૂકભાઈ રોડ પર નીચે પટકાયા હતા. ત્યારબાદ કારમાંથી ઉતરેલા ત્રણેય શખ્સોએ છરી સાથે યુવક પર હુમલો કરી તેની પાસે રહેલો રોકડ ભરેલો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો.

યુવકે પ્રતિકાર કર્યો હોવા છતાં લૂંટારુઓ અંદાજે રૂ. 9.89 લાખની રકમ લઈને કારમાં ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ મોરબી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને જિલ્લામાં નાકાબંધી કરી વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. હાલ ઇજાગ્રસ્ત યુવકની પૂછપરછ ચાલી રહી છે અને પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા તપાસનો ચક્રો ગતિમાન કર્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments