મોરબી સીટી એ ડીવીઝન પોલીસે શારદા સોસાયટી નજીક આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડીને ગોગો સ્ટીકનો જથ્થો રાખવા બદલ એક શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગોડાઉનમાંથી વેચાણના ઇરાદે રાખવામાં આવેલો ગોગો સ્ટીકનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મોરબી શારદા સોસાયટીના નાકે આવેલા કોહીનુર શોપીંગના એક ગોડાઉનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન ગોડાઉનમાંથી વેચાણ કરવાના ઇરાદે રાખવામાં આવેલા અંદાજે રૂ. ૪,૦૦૦ની કિંમતના ૧૦ નંગ ગોગો સ્ટીકના બોક્સ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે ગોડાઉન ધારક મોસીન ઉમેદભાઇ વલીયાણી (ઉંમર વર્ષ ૩૬) વિરુદ્ધ સરકારના જાહેરનામાના ઉલ્લંઘન બદલ ગુનો દાખલ કર્યો છે અને આરોપીને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે નોટિસ પાઠવવામાં આવી છે.










