મોરબી તાલુકા પોલીસ તેમજ સીટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં બે આરોપીઓને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે નીચી માંડલ નજીક આવેલ ઇટાલસ વિટ્રીફાઇડ કારખાના પાસેથી આરોપી પ્રકાશ રમેશભાઈ સોલંકી ઉ.23 રહે.ઉંચી માંડલ ગામ વાળાને વિદેશી દારૂની 7 બોટલ કિંમત રૂ.6923 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે વરીયાનગર, સો ઓરડી વિસ્તારમાંથી સંદીપ બેચરભાઈ ચાઉ ઉ.32 રહે.વરિયાનગર -8 વાળાને વિદેશી દારૂની 180 મીલી માપની 6 બોટલ કિંમત રૂ.540 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.










