Thursday, May 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી એલસીબીની ટીમે ભડીયાદ કાંટા પાસેથી વર્લીફીચરનો જુગાર રમતા બે શખ્સોને ઝડપ્યા,...

મોરબી એલસીબીની ટીમે ભડીયાદ કાંટા પાસેથી વર્લીફીચરનો જુગાર રમતા બે શખ્સોને ઝડપ્યા, બે ફરાર

મોરબી : મોરબી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને સદંતર નાબૂદ કરવા માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને મોરબી પોલીસ અધિક્ષકની સૂચના અન્વયે એલસીબીની ટીમ સતત કાર્યરત છે. જે અંતર્ગત એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.ગોહિલ તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ વી.જી.માલાણી અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ટીમને સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ હકીકત મળી હતી કે મોરબી-2 ભડીયાદ રોડ પર આવેલ ભડીયાદ કાંટા પાસે જાહેર ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો વર્લીફીચરનો જુગાર રમી અને રમાડી રહ્યા હતા. આ બાતમીના આધારે એલસીબીની ટીમે ભડીયાદ કાંટા પાસે રેઇડ કરતા સ્થળ પરથી વર્લીફીચરના નસીબ આધારિત આંકડા લખી જુગાર રમી- રમાડતા બે ઇસમોને રંગેહાથ પકડી પાડ્યા હતા.

પોલીસ રેઇડ દરમિયાન સ્થળ પરથી બે આરોપીઓ હાજર મળી આવ્યા હતા, જ્યારે અન્ય બે આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી જુગાર સાહિત્ય તેમજ રોકડા રૂપિયા જપ્ત કરી, કુલ 4 ઇસમો વિરૂદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ

  1. નિમેશ ઉર્ફે કાનો અશ્વિનભાઈ મિરાણી (ઉંમર વર્ષ 38, રહે. મોરબી વાઘપરા શેરી નં.13, જી. મોરબી)
  2. પ્રવિણ ઉર્ફે ઘનો અજુભાઈ સોમાણી (ઉંમર વર્ષ 30, રહે. મોરબી-2 વિધાનગર સોસાયટી, જી. મોરબી)

પકડવાના બાકી (ફરાર) આરોપીઓ

  1. અફઝલ ઉર્ફે જલો સમા (રહે. મોરબી-2 સો ઓરડી)
  2. રાજુભાઈ મહાલીયા કોળી (રહે. મોરબી-2 ભડીયાદ કાંટે)

કબ્જે કરાયેલો મુદ્દામાલ

વર્લીફીચરના આંકડા લખેલી એક ડાયરી તથા બોલપેન, રોકડા રૂપિયા 11,120/-

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

શ્રી આર.સી.ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી તથા PSI શ્રી વી.જી.માલાણી પોલીસ સબ ઇન્સ પેરોલફર્લો સ્કવોડ તથા એલ.સી.બી./પેરોલફર્લો સ્કવોડ મોરબી સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments