Monday, June 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiગુજરાત સરકારના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ત્રિકમભાઈ...

ગુજરાત સરકારના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાને જન્મદિવસે મોરબી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા શુભેચ્છાઓ પાઠવતા પદાધિકારીઓ

મોરબી:ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને અગ્રણીઓ દ્વારા તેમને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની મંગલકામનાઓ સાથે હાર્દિક શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

મોરબી જિલ્લાના વિકાસ કાર્યોમાં સતત માર્ગદર્શન પૂરું પાડતા અને લોકપ્રિય પ્રભારી મંત્રીશ્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટીયા, જિલ્લા પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના, તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી અને કાર્યાલય પ્રભારી શ્રી નિર્મલભાઈ જારીયા, શ્રી તપનભાઈ દવે અને શ્રી ચતુરભાઈ મકવાણાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે, મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના નેતૃત્વમાં ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, સાથે જ મોરબી જિલ્લાના પ્રભારી તરીકે તેમની સક્રિયતાથી જિલ્લાના વિકાસ કાર્યોને વેગ મળ્યો છે.

“ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે તેમજ આપના નેતૃત્વમાં મોરબી જિલ્લો અને સમગ્ર ગુજરાત પ્રગતિના પંથે આગળ વધતું રહે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના.” — મોરબી જિલ્લા ભાજપ સંગઠન

મંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ પરિવાર, વિવિધ મોરચાના પદાધિકારીઓ અને કાર્યકરો તરફથી પણ સોશિયલ મીડિયા તેમજ ટેલિફોનિક માધ્યમથી શુભેચ્છાઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments