Thursday, June 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ઘૂસણખોરોને પકડવા પોલીસનું 'ડેલ્ટા હન્ટ' ઓપરેશન : 2 બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ

મોરબીમાં ઘૂસણખોરોને પકડવા પોલીસનું ‘ડેલ્ટા હન્ટ’ ઓપરેશન : 2 બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ

ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ 100 જેટલા લોકોની પૂછપરછ, હજુ અન્ય બે લોકો પણ શંકાસ્પદ :સિરામિક ઉદ્યોગમાં કામ કરતા પરપ્રાંતીયો પર પોલીસની બાજ નજર

મોરબી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 28 મેના રોજ દેશભરમાંથી ઘૂસણખોરોને વીણી-વીણીને બહાર કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિવેદનના 5મા દિવસે જ એટલે કે ગઈકાલે 2 જૂનના રોજથી ગુજરાતભરમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધવા માટે પોલીસે વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ કવાયતના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.

ડીવાયએસપી જે.એમ.આલે જણાવ્યું કે, મોરબી જિલ્લામાં ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અન્વયે ગઈકાલ રાતથી જ વિવિધ ટીમો બનાવવામાં આવી છે. મોરબી જિલ્લાના 4 ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, સાયબર સેલ, એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા, માળિયા, હળવદ, ટંકારા, વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આ ઓપરેશનમાં જોડાઈ છે.11 ટીમમાં 80 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા આખી રાત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખાસ કરીને મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં 2 શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી છે, જેઓનું હાલ ઇન્ટ્રોગેશન ચાલુ છે. આ ઉપરાંત અન્ય 2 શંકાસ્પદોની પણ પૂછપરછ થઈ રહી છે. આ સર્ચ ઓપરેશનમાં કુલ 100 જેટલા લોકોની તપાસ કરવામાં આવી છે.

ઝડપાયેલા શંકાસ્પદો બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ થઈને કયા રૂટથી અહીં મજૂરી અર્થે આવ્યા, તેમની પાસે કોઈ ભારતીય દસ્તાવેજો છે કે નહીં અને તેઓ કેટલા સમયથી અહીં રહે છે તેની ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ આવા જ એક ઓપરેશનમાં 10 જેટલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા મોરબીના તમામ ઉદ્યોગપતિઓ અને જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ શંકાસ્પદ મજૂર કે વ્યક્તિ જણાય જે બાંગ્લાદેશથી આવીને છૂપી રીતે ફેક્ટરીઓમાં કે અન્ય જગ્યાએ કામ કરતો હોય, તો તેની જાણ તાત્કાલિક મોરબી પોલીસને કરવી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments