મોરબી : મોરબી શહેરમાં વાહન ચોરીના બનાવનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાંથી અઠવાડિયા પૂર્વે એક હ્યુન્ડાઇ કાર અને એક બાઇકની ચોરી થતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે.
પ્રથમ બનાવમાં મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ જય અંબે મોટર ગેરેજ પાસેથી ફરિયાદી ચંદ્રકાન્તભાઈ બાલુભાઈ ઉઘરેજા રહે.બેલા રંગપર ગામ વાળાની જીજે – 36 – બી – 4003 નંબરની રૂ.2 લાખની હ્યુન્ડાઇ આઈ ટેન કાર કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હોવાનું તેમજ બીજા બનાવમાં મહેન્દ્રનગર ધાયડી વિસ્તારમાંથી ફરિયાદી કેવલ રૂગનાથભાઈ ડાભીની માલિકીનું રૂ.35 હજારની કિંમતનું જીજે – 36 – એબી – 0294 નંબરનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.










