Monday, July 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ વિનામૂલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પમાં 215 દર્દીઓએ લાભ...

મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ વિનામૂલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પમાં 215 દર્દીઓએ લાભ લીધો

મોરબી : જાણીતી આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે શહેરના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત 4-7-2026, શનિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. જેમાં 215 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત 83 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે.

પ્રવર્તમાન માસનો કેમ્પ એક્યુરેટ મેટલ્સ (હ. હીરેનભાઈ પોરીયા, લલીતભાઈ મારૂ, હીરેનભાઈ ટાંક) પરિવારના સહયોગથી યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ ધામ ખાતે ગત 57 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમાં કુલ 15944 લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ 7318 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવેલ છે. ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમાં કુલ 215 લોકોએ લાભ લીધો હતો તેમજ 83 લોકોના વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.

કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ યગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જીજ્ઞેશભાઈ પોપટ, નરેન્દ્રભાઈ રાચ્છ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર, સી.ડી. રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ યગ, કીશોરભાઈ ચંડીભમર, સંજય હીરાણી, કૌશલભાઈ જાની, મુકુંદભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ પાઉ, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડ તથા જલારામ સેવા મંડળ, જલારામ ધામ મહિલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી-9825082468, -નિર્મિતભાઈ કક્કડ-9998880588, હરીશભાઈ રાજા-9879218415, અનિલભાઈસોમૈયા-8511060066 પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments