Thursday, July 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જયંતીભાઈ રાજકોટીયાએ વિવિધ...

ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જયંતીભાઈ રાજકોટીયાએ વિવિધ તીર્થધામોના મહંતશ્રીઓના આશીર્વાદ મેળવ્યા:દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી

ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જયંતીભાઈ રાજકોટીયાએ મોરબી તથા વાંકાનેર પંથકના વિવિધ પ્રસિદ્ધ મંદિરો અને આશ્રમો ખાતે દર્શન-પૂજન કરી સંતો-મહંતશ્રીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પવિત્ર દિવસે તેમણે માટેલ સ્થિત શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરી મહંત શ્રી રણુબાના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ વાંકાનેર ખાતે આવેલ નાગાબાવા આશ્રમ/મંદિર ખાતે દર્શન કરી મહંત શ્રી જીગ્નેશગીરી બાપુ, ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે દર્શન કરી શ્રી અશ્વિનભાઈ રાવલ, તિથવા સ્થિત ઉમા ભંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી મહંત શ્રી હરિદાસબાપુ તેમજ પ્રસિદ્ધ યાત્રાધામ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી પૂજ્ય મહંત શ્રી જીતુબાપુના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.
તમામ તીર્થસ્થળો પર શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કરીને શ્રી જયંતીભાઈ રાજકોટીયા અને ઉપસ્થિત સૌ કાર્યકરોએ દેશ અને રાજ્યની નિરંતર પ્રગતિ, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

આ ધાર્મિક પ્રવાસ દરમિયાન મોરબી જિલ્લા ભાજપ તેમજ વાંકાનેર તાલુકા ભાજપના વિવિધ હોદ્દેદારો, ક્ષેત્રીય આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments