Tuesday, August 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપા ફરી એક્શન મોડમાં: સામાકાંઠા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી

મોરબી મનપા ફરી એક્શન મોડમાં: સામાકાંઠા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી

મોરબી મહાનગરપાલિકા તંત્ર 3 મહિનાના લાંબા વિરામ બાદ ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ મામલે એક્શન મોડમાં આવ્યું છે. શહેરમાં ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને જાહેર રસ્તાઓ ખુલ્લા કરવા માટે પાલિકા દ્વારા ફરીથી સઘન દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે સામાકાંઠા વિસ્તારમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુળદેવી પાન સામેના મુખ્ય રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ ઊભી રહેલી આશરે 17 થી 18 જેટલી શાકભાજીની લારીઓને દૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઉમા ટાઉનશીપના ગેટ સામેથી પણ વધુ 4 શાકભાજીની લારીઓ હટાવીને રસ્તો ક્લિયર કરવામાં આવ્યો હતો. પાલિકાની આ ઓચિંતી અને કડક કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહાનગરપાલિકાની આ કામગીરીને પગલે રસ્તાઓ મોકળા થયા છે, જેનાથી વાહનચાલકો અને સ્થાનિક રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments