મોરબી ડેઈલી : ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
આ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વસીમ મન્સુરી સહિતના કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જનરલ વોર્ડ સહિતના વિવિધ વોર્ડમાં દાખલ દર્દીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. દર્દીઓના ખબરઅંતર પૂછીને તમામને ફ્રૂટનું વિતરણ કર્યું હતું તેમજ તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે શુભકામનાઓ પાઠવી હતી.













