Saturday, August 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા ભાજપ દ્વારા ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય આયોજન

મોરબી જિલ્લા ભાજપ દ્વારા ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય આયોજન

ગુજરાત પ્રદેશ ભાજપ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન ૨૦૨૬’ અંતર્ગત આયોજન

મોરબી ડેઈલી:મોરબી જિલ્લા ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન ૨૦૨૬’ અંતર્ગત આગામી તારીખ ૨૩, ૨૪ અને ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય આયોજન ઓશો કેશર ફાર્મ નવા સજનપર મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન કુલ ૧૧ મહત્ત્વપૂર્ણ સત્રો યોજાશે,
પ્રથમ દિવસ (૨૩ ઓગસ્ટ): ૨ સત્ર
બીજો દિવસ (૨૪ ઓગસ્ટ): ૭ સત્ર
ત્રીજો દિવસ (૨૫ ઓગસ્ટ): ૨ સત્ર

આ પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઇ દવે સહિત પ્રદેશના અનેક ભાજપ આગેવાનો તથા નેતાઓ વિશેષ ઉપસ્થિત રહેશે. પ્રદેશના નેતાઓ વિવિધ સત્રોમાં હાજરી આપીને અલગ-અલગ વિષયો પર અપેક્ષિત કાર્યકર્તાઓને તસદીપૂર્વકનું માર્ગદર્શન પૂરું પાડશે.

આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ કાર્યકર્તાઓમાં સંગઠનાત્મક કૌશલ્ય, વિચારધારા અને પક્ષની નીતિ-રીતિઓને વધુ સુદ્રઢ બનાવવાનો છે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના તમામ હોદ્દેદારો તથા અપેક્ષિત કાર્યકર્તાઓ ઉત્સાહભેર ભાગ લેશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments