Wednesday, August 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રવાપર રોડ પરથી દેશી પિસ્તલ અને 2 જીવતા કારતૂસ સાથે એક...

મોરબીના રવાપર રોડ પરથી દેશી પિસ્તલ અને 2 જીવતા કારતૂસ સાથે એક શખ્સ ઝડપી લેતી મોરબી એસ.ઓ.જી

એસ.ઓ.જી. ટીમે કરણ એપાર્ટમેન્ટ પાસે દરોડો પાડી 5200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

મોરબી અપડેટ: મોરબી શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા માટે એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. જે અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ (કચ્છ) તેમજ પોલીસ અધિક્ષક, મોરબીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફને મળેલી બાતમીના આધારે રવાપર રોડ પર સફળ કાર્યવાહી કરવામાં આવી છે.

એસ.ઓ.જી. સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, લીલાપર રોડ પર રહેતો એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મોરબીના રવાપર રોડ પર આવેલ કરણ એપાર્ટમેન્ટ પાસે દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે શંકાસ્પદ ઈસમની તલાશી લેતા તેની પાસેથી એક ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તલ (અગ્નિશસ્ત્ર) અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

આ મામલે પોલીસે આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-B) એ તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ હાલ એસ.ઓ.જી. શાખા ચલાવી રહી છે.

પકડાયેલ આરોપી:
પરીમલભાઈ ગોપાલભાઈ વાઘેલા (રહે. લીલાપર રોડ, ઓમ રેસીડેન્સી, સ્મશાન સામે, મોરબી-1)

કબ્જે કરેલ મુદ્દામાલ:

1 દેશી હાથ બનાવટની પિસ્તલ (હથિયાર) – કિં. રૂ. 5000

2 જીવતા કારતૂસ (કારટીસ) – કિં. રૂ. 200
કુલ જપ્ત કરેલ મુદ્દામાલ કિંમત – રૂ. 5200

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments