Friday, August 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ સંપન્ન

મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ સંપન્ન

વાંકાનેર દરવાજા પાસે આવેલી ભોજનશાળા ખાતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે જનોઈ ધારણ કાર્યક્રમ યોજાયો

મોરબી ડેઈલી: મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે ગુરુવાર, 27 ઓગસ્ટના રોજ નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

વાંકાનેર દરવાજા પાસે, રામઘાટ માર્ગ પર આવેલી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા ખાતે સવારે 8:30 થી 12:00 વાગ્યા દરમિયાન આચાર્ય વિપુલભાઈ પી. શુક્લના આચાર્યપદે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બ્રાહ્મણ પરિવારોએ ઉપસ્થિત રહી વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી યજ્ઞોપવિત (જનોઈ) ધારણ કરી હતી.

આ ધાર્મિક કાર્યક્રમમાં મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળના પ્રમુખ રમેશભાઈ એમ. રાવલ, ઉપપ્રમુખ મનીષભાઈ કે. શુક્લ, મંત્રી મહેશભાઈ એચ. પંડિત, સહમંત્રી હિતેશભાઈ પી. જાની તથા સર્વે ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments