Sunday, August 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહિલા પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રક્ષાબંધનની ભાવભેર ઉજવણી

મોરબી મહિલા પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રક્ષાબંધનની ભાવભેર ઉજવણી

મોરબી ડેઈલી:રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે મોરબી મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક સરાહનીય અને પ્રેરણાદાયક કાર્ય કરવામાં આવ્યું છે. મહિલા પોલીસ કર્મીઓએ કાઠિયાવાડી નિરાશ્રિત બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાં આશ્રય લઈ રહેલા વૃદ્ધો સાથે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી હતી.

આ વિશેષ ઉજવણી અંતર્ગત મોરબી મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વૃદ્ધાશ્રમના તમામ વડીલોને પ્રેમપૂર્વક રાખડી બાંધવામાં આવી હતી.

સમાજથી વિખૂટા પડી ગયેલા આ વડીલોને પરિવારની ખોટ ન સાલે અને તેઓ એકલતા ન અનુભવે તે માટે પોલીસ કર્મીઓએ તેમની સાથે સમય વિતાવીને હુંફ પૂરી પાડી હતી અને તહેવારનો આનંદ વહેંચ્યો હતો. આ પ્રસંગે મહિલા પોલીસ દ્વારા વૃદ્ધોને એક મહત્વપૂર્ણ સંદેશ અને ખાતરી આપવામાં આવી હતી.

પોલીસ સ્ટાફ દ્વારા વડીલોને જણાવવામાં આવ્યું હતું કે તેમને કોઈપણ કામ હોય કે જરૂરિયાત ઉભી થાય ત્યારે તેઓ ગમે ત્યારે પોલીસને યાદ કરી શકે છે. મોરબી મહિલા પોલીસ હંમેશા તેમની રક્ષા માટે અને તેમની મદદ કરવા માટે તત્પર રહેશે તેવો વિશ્વાસ અપાવીને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો.

#morbidaily

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments