Sunday, August 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiયુવાશક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા મોરબી ફાયર સ્ટેશનના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની...

યુવાશક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા મોરબી ફાયર સ્ટેશનના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

મોરબી ડેઈલી : દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવાશક્તિ ગ્રુપ દ્વારા “રક્ષકોની રક્ષા”ના સંકલ્પ સાથે રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. જેના અંતર્ગત યુવાશક્તિ ગ્રુપની બહેનો દ્વારા મોરબી ફાયર સ્ટેશન ખાતે પહોંચી ફાયર વિભાગના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

મોરબી શહેરની કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ માટે ફાયર સ્ટેશનના જવાનો 24 કલાક અને 365 દિવસ ખડેપગે ફરજ બજાવે છે. પોતાની ફરજને પ્રાથમિકતા આપતા આ જવાનો ઘણી વખત પોતાના પરિવાર સાથે પૂરતો સમય વિતાવી શકતા નથી તેમજ તહેવારોની ઉજવણીથી પણ દૂર રહે છે. આવા સમયે યુવાશક્તિ ગ્રુપની બહેનો ફાયર સ્ટેશન ખાતે રાખડી લઈને પહોંચી અને જવાનોને રાખડી બાંધી ત્યારે જવાનોમાં પણ આનંદની લાગણી જોવા મળી. બહેનોના આ પ્રેમ અને સન્માનથી ફાયર વિભાગના જવાનો ખુશ થયા અને યુવાશક્તિ ગ્રુપની મહિલાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

યુવાશક્તિ ગ્રુપ દ્વારા દરેક ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન જળવાઈ રહે તે રીતે તહેવારોની યોગ્ય સમયે ઉજવણી કરવામાં આવે છે. રક્ષાબંધન પર્વને માત્ર ભાઈ-બહેનના સંબંધ પૂરતું સીમિત ન રાખતા સમાજની સુરક્ષા અને સેવા માટે સતત ફરજ બજાવતા રક્ષકો પ્રત્યે સન્માન અને લાગણી વ્યક્ત કરવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો.

ફાયર વિભાગના જવાનો પ્રત્યે આભાર અને સન્માન વ્યક્ત કરતી આ ઉજવણી દ્વારા યુવાશક્તિ ગ્રુપે સમાજમાં સેવા, સન્માન, ભાઈચારો અને માનવતાનો સંદેશ આપ્યો.

#morbi daily

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments