Thursday, September 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા 17મો સરસ્વતી સન્માન સમારોહ ભવ્યતાથી સંપન્ન

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા 17મો સરસ્વતી સન્માન સમારોહ ભવ્યતાથી સંપન્ન

મોરબી ડેઈલી:મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા ગત તારીખ 30 ઓગસ્ટ, 2026 ને રવિવારના રોજ મહેન્દ્રનગર સ્થિત રામવાડી ખાતે 17મા સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના તેજસ્વી વિધાર્થીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને નવનિયુક્ત અધિકારીઓને સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ સરસ્વતી સન્માન સમારોહમાં સમાજના 240 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ રજૂ કરી હતી. જેમાંથી દરેક વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર કુલ 97 તેજસ્વી વિધાર્થીઓને શિલ્ડ તેમજ શૈક્ષણિક કીટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આહીર સમાજના 6 નિવૃત્ત કર્મચારીઓ તેમજ નવનિયુક્ત ક્લાસ-1 અને 2 ના અધિકારીઓનું પણ વિશેષ સન્માન કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય સહયોગીદાતા તરીકે ચાવડા વિક્રમભાઈ ધીરુભાઈ તરફથી સંપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માતૃશ્રી રામબાઇમાની જગ્યાના સંત શ્રી પ્રભુદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ ધાર્મિક અને શૈક્ષણિક અવસરે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન તેમજ મયુરનગર રામબાઈ માં આશ્રમના મહંત વ્રજ કિશોરીબેનના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત આહીર સમાજના અધિકારીઓ જયશ્રીબેન જરૂ, નિર્મળભાઈ ગોગરા, ઈલાબેન ચૌહાણ અને આશિષભાઈ મિયાત્રા દ્વારા વિધાર્થીઓને કારકિર્દીલક્ષી સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

સમારોહમાં સમાજના અગ્રણીઓ લાખાભાઈ જારીયા, ચંદુભાઈ હુંબલ, અમુભાઈ હુંબલ, ચંદુભાઈ લાવડીયા, અશ્વિનભાઈ ડાંગર, વિપુલભાઈ ગરચર, ભાવિકભાઈ જારીયા, ભુપેન્દ્રભાઈ જારીયા, સીતાબેન હુંબલ, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, ડૉ. રામભાઈ વારોતરિયા, મહેન્દ્રભાઈ કચોટ અને અજયભાઈ ડાંગર સહિતના મહાનુભાવોએ મંચસ્થ રહી સ્ટેજ શોભાવ્યું હતું અને તેમના હસ્તે વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં મંડળના મંત્રી મહેશભાઈ ડાંગર દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું, જ્યારે ખજાનચી ગૌરાંગભાઈ ગોહેલ દ્વારા મંડળના કાર્યોનો પરિચય આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન સહમંત્રી રાજેશભાઈ મંઢ અને રમેશભાઈ છૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા તમામ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અંતમાં કારોબારી સભ્ય શિલ્પાબેન રાઠોડ દ્વારા આભારદર્શન કરવામાં આવ્યું હતું અને મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ દ્વારા આ કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ લોકોને બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિ રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments