Friday, October 16, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકચ્છના વિકાસ, વેપાર-ઉધોગ અને રોજગારીને મળશે નવી ગતિ સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા

કચ્છના વિકાસ, વેપાર-ઉધોગ અને રોજગારીને મળશે નવી ગતિ સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા

રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી બદલ સાંસદશ્રીવિનોદભાઈ ચાવડાએ કેન્દ્ર સરકારનો વ્યક્ત કર્યો આભાર

મોરબી ડેઈલી:કચ્છ અને ગુજરાતના સર્વાંગી વિકાસની દિશામાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41 (NH-41) પર ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ વચ્ચેના 57.80 કિ.મી. લાંબા માર્ગને છ માર્ગીય (6-લેન) બનાવવાના પ્રોજેક્ટને 3. 991.19 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીશ્રી નીતિનભાઈ ગડકરી તથા કેન્દ્ર સરકારનો સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, દિનદયાળ (કંડલા) પોર્ટ અને મુન્દ્રા પોર્ટને જોડતો આ માર્ગ કચ્છના આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન છે. આ બંને મહત્ત્વપૂર્ણ બંદરો ઉત્તર ભારતના વેપાર, ઉધોગ, કૃષિ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે પ્રવેશદ્વાર તરીકે કાર્ય કરે છે. આ માર્ગનું છ માર્ગીયકરણ થવાથી માલસામાનની હેરફેર વધુ ઝડપી, સુરક્ષિત અને સરળ બનશે તેમજ કચ્છ સહિત સમગ્ર દેશના આર્થિક વિકાસને નવી દિશા મળશે.આ માર્ગ પર દરરોજ 55,000થી વધુ પેસેન્જર કાર યુનિટ્સ (PCU) જેટલો ટ્રાફિક રહે છે, જેમાં મોટા પ્રમાણમાં ભારે માલવાહક વાહનોની અવરજવર થાય છે. માર્ગના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને માર્ગ સલામતીમાં નોંધપાત્ર સુધારો થશે. પ્રોજેક્ટ અંતર્ગત નવા ફ્લાયઓવર, વાહનો માટે અંડરપાસ, મોટા અને નાના પુલોનું પુનર્નિર્માણ તથા અકસ્માતની સંભાવના ધરાવતા સ્થળોએ વિશેષ સલામતીનાં પગલાં લેવામાં આવશે. આ સમગ્ર કામગીરી હાલના ઉપલબ્ધ જમીન વિસ્તાર (Right of Way)ની મર્યાદામાં કરવામાં આવશે.સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી મુસાફરીના સમયમાં અંદાજે 20 ટકાનો ઘટાડો થવાની સાથે લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ ઘટાડો થશે. બંદરો અને ઉત્તર ભારતનાં ઔધોગિક તથા કૃષિ ક્ષેત્રો વચ્ચે માલસામાનની હેરફેર વધુ કાર્યક્ષમ બનશે. પરિણામે કચ્છમાં વેપાર-વાણિજ્ય, ઉધોગો, પરિવહન વ્યવસાય અને રોજગારીની નવી તકોનું સર્જન થશે.કચ્છની પ્રગતિ એ ગુજરાતની પ્રગતિ અને ગુજરાતની પ્રગતિ એ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે, તેમ જણાવતાં સાંસદશ્રી વિનોદભાઈએ કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના માળખાગત વિકાસ માટે લેવામાં આવતા સતત હકારાત્મક નિર્ણયો બદલ પુનઃ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્રોજેક્ટ કચ્છને દેશના અગ્રણી બંદર-આધારિત લોજિસ્ટિક્સ અને ઔધોગિક કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવશે તથા માનનીય વડાપ્રધાનશ્રીના * વિકસિત ભારત @ 2047’*ના સંકલ્પને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments