Friday, October 16, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નવા ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં આજે સળગતી ઇઢોણી-તલવાર રાસ

મોરબીના નવા ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં આજે સળગતી ઇઢોણી-તલવાર રાસ

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા નવા ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં નવરાત્રિ મહોત્સવ અંતર્ગત આજે શુક્રવારે છઠ્ઠા નોરતે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજીની આરાધના, પરંપરાગત રાસની રમઝટ અને વિવિધ વિશિષ્ટ નૃત્ય પ્રસ્તુતિઓથી ગરબીચોક ભક્તિમય બનશે. આજના કાર્યક્રમમાં વિવિધ થીમ આધારિત ગરબા, ઐતિહાસિક રાસ અને સાહસિક કૃતિઓ મુખ્ય આકર્ષણ રહેશે. બાળાઓ દ્વારા સળગતી ઇઢોણી રાસ સહિત વિવિધ પરંપરાગત ગરબા અને રાસની પ્રસ્તુતિ કરવામાં આવશે. જેમાં ‘રૂડે ગરબે રમે છે’ અને ‘આધ્યશક્તિ તુજને નમું’ જેવી કૃતિઓ સાથે તલવાર રાસ રજૂ કરવામાં આવશે. તલવાર રાસમાં પરંપરાગત રાસની સાથે સાહસ અને કૌશલ્યનો અનોખો સમન્વય જોવા મળશે.

આ ઉપરાંત ‘એક વણઝારી ઝૂલણા ઝૂલતી તી’ અને ‘કોઈ કહેજો કાના ના કાનમાં’ જેવી કૃતિઓ પણ રજૂ થશે. અગ્નિ નૃત્ય સમાન ‘સળગતી હિંડોળી’ની રોમાંચક પ્રસ્તુતિ સાથે કચ્છી રાસ અને ‘અઘોર નગારાં’ જેવી વિશિષ્ટ કૃતિઓ પણ કાર્યક્રમમાં આકર્ષણ જમાવશે. ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ દ્વારા છેલ્લા 34 વર્ષથી પ્રાચીન ગરબીની પરંપરા જાળવી રાખવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અહીં હિન્દી ફિલ્મી ગીતોને બદલે પરંપરાગત રાસ, માતાજીનાં ગુણગાન અને સાંસ્કૃતિક કૃતિઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. બાળાઓ દ્વારા મહેનતપૂર્વક તૈયાર કરવામાં આવતી વિવિધ પ્રસ્તુતિઓના માધ્યમથી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવામાં આવી રહી છે. ગરબી મંડળ દ્વારા ધર્મપ્રેમી જનતા અને ખેલૈયાઓને ઉપસ્થિત રહી માતાજીની આરાધનામાં જોડાવા તથા બાળાઓની કલાને પ્રોત્સાહિત કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments