મોરબી ડેઈલી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. આ સેવાયજ્ઞમાં સહભાગી બનતા લંડન (યુ.કે.) ખાતે રહેતા ગાંધી પરિવાર દ્વારા સ્વ. હર્ષવિણાબેન જનકભાઈ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને લોકોને ભોજન કરાવી સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ ઉમદા સેવાકાર્યમાં સદ્ગતના પતિ જનકભાઈ ગાંધી, પુત્ર ધર્મિનભાઈ ગાંધી, પુત્રવધૂ ઝલકબેન ગાંધી, પૌત્રી આરના, પ્રતાપભાઈ ચગ, મધુબેન પ્રતાપભાઈ ચગ સહિતના પરિવારજનો ખાસ લંડનથી રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ પરિવારજનોએ પોતાના વરદ્ હસ્તે લોકોને પ્રસાદ વિતરણ કરીને ધન્યતા અનુભવી હતી.
આ તકે મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, વિપુલભાઈ પંડિત, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.











