મોરબી ડેઈલી : મચ્છુ નદીના કિનારે મોરબી-2 ખાતે ભવ્ય નૂતન BAPS સ્વામિનારાયણ શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. આ નવનિર્મિત મંદિરમાં આગામી તારીખ 23 થી 25 ઓક્ટોબર દરમિયાન ત્રિદિવસીય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા 25 ઓક્ટોબર, શરદપૂર્ણિમાના રોજ મંદિરમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ, નીલકંઠવર્ણી મહારાજ, રાધા-કૃષ્ણ, રામ-સીતા અને હનુમાન, મહાદેવ-પાર્વતી અને ગણપતિ તથા ગુણાતીત ગુરુપરંપરાની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક સંપન્ન થશે. આ ઐતિહાસિક અને અલૌકિક અવસરે દેશ-વિદેશના હજારો ભક્તો અને સેંકડો સંતો ઉપસ્થિત રહેશે. મોરબીના સાધુ બ્રહ્મતીર્થદાસ અને સાધુ આત્મકીર્તિદાસ (કોઠારી સ્વામી) દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મહોત્સવની રૂપરેખા
23 અને 24 ઓક્ટોબર: સવારે 7:30 થી 12:00 કલાકે વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજાશે.
23 ઓક્ટોબર: સાંજે 5:00 થી 8:00 કલાકે અભિવાદન સમારોહ યોજાશે.
24 ઓક્ટોબર: સાંજે 4:00 થી 7:00 કલાકે નગરમાં ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે.
25 ઓક્ટોબર (રવિવાર): સવારે 10:00 થી 11:00 કલાકે મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ અને સાંજે 5:00 થી 8:00 કલાકે મંદિર લોકાર્પણ સમારોહ તથા શરદપૂર્ણિમા સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
અન્ય વિશેષ કાર્યક્રમો
તારીખ 28 ઓક્ટોબર થી 2 નવેમ્બર 2026 સુધી સવારે 6:00 થી 8:00 કલાકે મહંતસ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શન અને સાંજે 5:00 થી 8:00 કલાકે સત્સંગ સભા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જ્યારે મહોત્સવના અંતિમ દિવસે 2 નવેમ્બરના રોજ સાંજે 4:00 થી 7:00 કલાકે વિરાટ મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.











