મોરબી ડેઈલી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીના સ્વ. સુરેશભાઈ વાધડિયાની 4 મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનો દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ તકે સ્વ. સુરેશભાઈ વાધડિયાના ધર્મપત્ની ગં.સ્વ. શારદાબેન, સુપુત્ર મનિષભાઈ તથા ભત્રીજા સંજયભાઈ અલગારી સહિતના પરિવારજનોએ ઉપસ્થિત રહીને પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, વિપુલભાઈ પંડિત, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી સહિતના અગ્રણીઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.










