Monday, October 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ અને શરદપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ અને શરદપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

મોરબી ડેઈલી: મોરબીમાં લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંત જાગા સ્વામી જયંતિ તેમજ શરદ પૂર્ણિમા પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. નવલખી રોડ પર આવેલા પરશુરામધામ ખાતે ટ્રસ્ટીગણ, કારોબારી તેમજ સમસ્ત મોચી સમાજના સહયોગથી એક ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોચી સમાજના પરિવારોએ એકસાથે મળીને રાસોત્સવનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે સમાજના લોકો દ્વારા સંત જાગાસ્વામી અને લાલાબાપાની ભાવભેર આરતી ઉતારવામાં આવી હતી. રાસોત્સવ બાદ અંતમાં સર્વે જ્ઞાતિજનોએ સાથે બેસીને અલ્પાહાર ગ્રહણ કર્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તેવું ટ્રસ્ટના પ્રમુખ પંકજભાઈ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments