Monday, November 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિએ એકોર્ડ ગ્રુપનું સેવાકાર્ય, મહાસફાઈ અભિયાન હાથ...

સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિએ એકોર્ડ ગ્રુપનું સેવાકાર્ય, મહાસફાઈ અભિયાન હાથ ધરાયું

દિવાળીના પર્વે મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ સુધી સફાઈ અભિયાન : સરડવા પરિવારના સભ્યો અને એકોર્ડ ગ્રુપના શ્રમિકો શ્રમદાનમાં જોડાયા

મોરબી ડેઈલી : દિવાળીના પાવન પર્વે સ્વચ્છતાનો સંદેશ આપતી એક પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે. મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પૂર્વ પ્રમુખ, એકોર્ડ ગ્રુપના ફાઉન્ડર ચેરમેન અને જાણીતા સમાજસેવક સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે એકોર્ડ ગ્રુપ દ્વારા મોરબીમાં મહાસફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું. સ્વચ્છતા અને સામાજિક જવાબદારીના ભાવ સાથે હાથ ધરાયેલા આ અભિયાનમાં પરિવારજનો, ઉદ્યોગના શ્રમિકો અને વિવિધ આગેવાનોએ શ્રમદાન કરીને સ્વ. નરભેરામભાઈને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તા. ૯ નવેમ્બર, સોમવારના રોજ સવારે ૮ વાગ્યે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ સુધીના માર્ગ પર આ મહાસફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સફાઈ કામગીરી માટે જેસીબી મશીનો અને ટ્રેક્ટરોની મદદ લેવામાં આવી હતી. સાથે સરડવા પરિવારના બહોળી સંખ્યામાં સભ્યો તેમજ એકોર્ડ ગ્રુપની ફેક્ટરીમાં કાર્યરત શ્રમિકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. સૌએ સામૂહિક રીતે માર્ગની સફાઈ કરી સ્વચ્છ મોરબીના નિર્માણમાં સહભાગી બનવાનો સંદેશ આપ્યો હતો.

આ મહાસફાઈ અભિયાનનું આયોજન મોરબી મહાનગરપાલિકાનાં કમિશનર સંગીતાબેન રૈયાણી, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના ચેરમેન રમાબેન કેતનભાઈ બોપલિયા તથા સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

આ સેવાકીય અભિયાનને સફળ બનાવવા ખીમજીભાઈ સરડવા, ચતુરભાઈ સરડવા, ભરતભાઈ સરડવા, કિશોરભાઈ સરડવા અને સાગરભાઈ સરડવા સહિત એકોર્ડ ગ્રુપની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

આમ, સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિને માત્ર સ્મરણાંજલિ પૂરતી સીમિત ન રાખતાં એકોર્ડ ગ્રુપ દ્વારા સ્વચ્છતાના સેવાકાર્ય સાથે જોડવામાં આવી હતી. દિવાળીના પર્વે હાથ ધરાયેલી આ પહેલે સમાજ પ્રત્યેની જવાબદારી અને શ્રમદાનનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments