Saturday, November 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી તાલુકા પોલીસે કમાન્ડર સીરામીકમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો, ચાર આરોપી...

મોરબી તાલુકા પોલીસે કમાન્ડર સીરામીકમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો, ચાર આરોપી ઝડપાયા

મોરબી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત મોરબી તાલુકા પોલીસે કમાન્ડર સીરામીક કારખાનામાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા કોપર વાયર સહિત કુલ રૂ. 4,11,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક દ્વારા મિલકત સંબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક અને મોરબી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પણ અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ), 331(2), 331(3) અને 331(4) હેઠળ ગુનો નં. 2549/2026 તા. 20/11/2026ના રોજ નોંધાયો હતો. કમાન્ડર સીરામીક કારખાનામાં થયેલી કેબલ ચોરીનો આ ગુનો વણશોધાયેલ હોવાથી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોલીસની સર્વેલન્સ ટીમને હ્યુમન સોર્સ અને ટેકનિકલ માધ્યમથી મળેલી બાતમીના આધારે મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં (1) ભરતભાઈ રમેશભાઈ ઝંઝવાડિયા (ઉંમર 30), રહે. વીસીપરા, મહાકાળી માતાના મંદિર સામે, મોરબી, (2) રવિભાઈ રમેશભાઈ દલસાણીયા (ઉંમર 24), રહે. વીસીપરા, રાજોબેકની સામે, મોરબી, (3) વિપુલભાઈ ગોરધનભાઈ કેરવાડિયા (ઉંમર 38), રહે. ઇન્દિરાનગર, ખોડિયાર માતાજીના ચોક, મોરબી-2 અને (4) હાર્દિકભાઈ રાજુભાઈ ડાભી (ઉંમર 34), રહે. લાયન્સનગર, સેન્ટ મેરી સ્કૂલ પાછળ, મોરબીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 80 કિલો કોપર વાયર, જેની કિંમત રૂ. 1,04,000 થાય છે, મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન (રજિસ્ટ્રેશન નંબર GJ-08-AW-3397) કિંમત રૂ. 3 લાખ, એક કટર, એક લાકડાનો ધોકો, એક ધારિયું તથા ત્રણ મોબાઇલ ફોન કિંમત રૂ. 7,500 સહિત કુલ રૂ. 4,11,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કામગીરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એસ. સોંદરવા તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments