કચ્છ લોકસભા દ્વારા તારીખ ૨૫/૧૨/૨૪ ના પુર્વ વડાપ્રધાન ભારતરત્ન અટલજી ના જન્મદિને સુશાસન દિવસે સરકારશ્રી ની યોજનાઓ ના પ્રચાર – પ્રસાર લાભાર્થીઓ ને લાભ અને સન્માન નાં કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી – વિનોદભાઇ ચાવડા.
‘સુશાસન દિવસ’ અંતર્ગત દેશનાં પૂર્વ વડાપ્રધાન – ભારત રત્ન શ્રધેય અટલ બિહારી બાજપેયીજી નાં જન્મ જયંતિ નિમિતે કચ્છ લોકસભા દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડા ની પ્રેરણા અને આયોજન થી અદાણી ઓડીટેરિયમ – ભુજ મધ્યે આપણાં હ્રદયસ્થ યશસ્વી અને દરેક વિકાસ વંચિતો – ગરીબ પરિવારો ને સ્વ રોજગારી મળે તેવો ધ્યેય ધરાવતા માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ નાં લાભ વધુને વધુ લોકોને મળે માટે પ્રચાર – પ્રસાર થાય અને લાભાર્થીઓ ને લાભ અને સન્માન આપવા આજનાં ‘ગુડ ગવર્નસ ડે’ નાં આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અંગદાન પ્રેણતા સેવાભાવી દિલીપભાઇ દેશમુખ, માંડવી ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવે, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ વરસાણી, ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, અરજણભાઈ રબારી, કચ્છ કલેક્ટર અમિત અરોરાજી, જીલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિજી વિવિધ વિભાગોના અધિકારીઓ, સંગઠન અને પાર્ટી નાં કાર્યકરો, વિશાળ સંખ્યામાં જનતા જર્નાદન અને લાભાર્થી ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ ભારત રત્ન અને લોક હ્રદય માં સ્થાન ધરાવનાર શ્રી અટલજી ને સ્મરણાજલી આપતાં જણાવ્યુ હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં વિઝન થી કચ્છ આજે ઔદ્યોગિક હબ બન્યું છે. પ્રવાસન ક્ષેત્રે વિશ્વ વિખ્યાત બન્યું છે. સમાજના જરૂરિયાત મંદ એક પણ વ્યક્તિ સરકારશ્રી ની યોજનાઓ થી વંચિત ન રહી જાય માટે શક્ય તેટલો વધુ ને વધુ યોજનાઓ નો પ્રચાર – પ્રસાર થાય જેથી સૌ જરૂરિયાત મંદ નાગરિકો લાભ લઈ શકે.

યોજના નાં લાભાર્થી ઓની પ્રાથમિક માહિતી આપતાં સાંસદ એ જણાવ્યુ હતુ કે પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત ૧૧,૫૨૪ લાભાર્થી ને ૧૭ કરોડ ૭૪ લાખના લાભ, પ્રધાનમંત્રી સુર્યઘર યોજન અંતર્ગત ૬૨૪૧ રહેણાક મકાનો પર ૪૪ કરોડ ૭૬ લાખ નો લાભ, પી.એમ.વિશ્વકર્મા યોજના અંતર્ગત ૮૨૩ લાભાર્થીઓ ને તાલીમ અને ૯૯ લાભાર્થી ને ૯૦ લાખ ૮૫ હજાર, નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના અંતર્ગત ધો. ૯ અને ૧૦ નાં વિદ્યાર્થીઓ ને ૨ કરોડ ૬૫ લાખ, ધો. ૧૨ નાં વિદ્યાર્થીઓ ને ૨ કરોડ ૩૨ લાખ, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ને ૪૪ લાખ ૮૨ હજાર રૂ નાં લાભ આપવામાં આવેલ છે. આપણે સૌ એ પ્રયત્ન કરી વધુ ને વધુ લાભાર્થી લાભ લે માટે દરેક ને અપીલ કરી હતી. જનતા જર્નાદન અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજા, બાંધકામ સમિતિનાં ચેરમેન દિવ્યરાજસિંહ જાડેજા, આગેવાન ધવલભાઈ આચાર્ય, નરેન્દ્રભાઈ, અનિલ છત્રાળા, કાસમ કુંભાર, બિંદિયાબેન ઠક્કર, મનીષાબેન સોલંકી, રમેશ ગઢવી, હનીફ મંજોઠી, ગ્રામ વિકાસ એજન્સી નિયામક નિકુંજ પરિખ, ભુજ પ્રાંત અધિકારી ડો. અનિલ જાદવ વગેરે હાજર રહ્યાં હતા.











