Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiટંકારાના યુવા ઉદ્યોગપતિ જગદીશ પનારાનું સિદસર ઉમિયાધામ ખાતે શ્રેષ્ઠ દાતા તરીકે સન્માન

ટંકારાના યુવા ઉદ્યોગપતિ જગદીશ પનારાનું સિદસર ઉમિયાધામ ખાતે શ્રેષ્ઠ દાતા તરીકે સન્માન

ટંકારા: જામજોધપુર તાલુકાના ઉમિયાધામ, સિંદસર ખાતે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે આ દરમ્યાન સંસ્થાના દાતાઓની દિલેરી ધનદાન અને સ્વયંસેવકોના શ્રમદાન, સમયદાનને બિરદાવતા મહોત્સવ વેળાએ શ્રેષ્ઠ દાતાને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં ટંકારા તાલુકાના યુવા ઉદ્યોગપતિ બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા. લિ. ના ડાયરેક્ટર જગદીશભાઈ પનારાનું હંમેશાં અગ્રેસર દાતા તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મહેન્દ્રભાઈ પાડલીયા, પ્રકાશભાઈ વરમોરા, રમેશભાઈ ટિલાળા, ઉમિયાધામ ટ્રસ્ટના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, ટ્રસ્ટ પ્રમુખ જયરામભાઈ વાંસજાળીયા, આગેવાન પુનિતભાઈ ચોવટીયા, બી.એચ. ઘોડાસરા, જગદીશભાઈ કોટડીયા, ગોવિંદભાઈ વરમોરા, સી.કે.પટેલ, મગનભાઈ જાવીયા, જયેશભાઈ પટેલ સહિતના બહોળી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments