ટંકારાના સજ્જનપર ગામે વૃધ્ધા ઉપર હુમલો
મોરબી : ટંકારા તાલુકાના સજ્જનપર ગામે રહેતા રૂક્ષ્મણીબેન પ્રભુભાઈ બરાસરા ઉ.71નામના વૃધ્ધા તેમના દીકરાના વહુ સાથે મંદિરે દર્શન કરવા જતાં હતાં ત્યારે જુના ઝઘડાનો ખાર રાખી આરોપી હરજી લીંબાભાઈ બરાસરા, અશોક બચુભાઇ બરાસરા અને વિવેક અશોકભાઈ બરાસરાએ ગાળો બોલી ઝઘડો કરી રૂક્ષ્મણીબેનને પછાડી દઈ લાત મારી આજે તો તને પતાવી જ દેવી છે કહી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બાદમાં આરોપીઓએ રૂક્ષ્મણીબેનના ઘેર આવી ગાળો બોલી જોય લેવાની ધમકી આપતા ઘટના અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.








