મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં શાંતિવન સ્કૂલ પાછળ વિજયનગરમાં રહેતા અને કટલેરીની લારી કાઢી ફેરી કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની બોબી બાલકૃષ્ણ જાટ ઉ.35 નામના યુવાને પોતાની રૂમમાં કોઈ અગમ્ય કારણોસર સળગી જઈ આત્મહત્યા કરી લેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










