Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સ્વચ્છતા જાળવવા લોકોને જાગૃત કરાયા

મોરબીમાં સ્વચ્છતા જાળવવા લોકોને જાગૃત કરાયા

મોરબી: આજ રોજ રવિવાર એ જ્યારે મોરબી ને મહાનગર જાહેર કરાયું ત્યારે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ વારા નીલકંઠ સ્કૂલ થી સ્વાગત ચોકડી સુધી સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચલાવાયું હતું. જેમાં સ્કૂલ ના બાળકો અને સભ્યો દ્વારા દુકાને દુકાને જઈ કાપડથી થેલી આપી પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવાની સમજ આપવામાં આવી હતી.

અને અંદાજે રવાપર રોડ ની 300 દુકાન ધારકો ને કચરા પેટી રાખવા અને કચરો પેટી માં જ નાખવાની સમજ આપવામાં આવી. અને વિના મૂલ્યે 300 કાપડ ની બેગ વિતરણ કરવામાં આવી હતી. જ્યારે હવે મોરબી મહાનગર બન્યું છે ત્યારે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા આવનારા દિવસો માં અભિયાન ને વધુ વેગવાન બનાવવા માં આવશે. અને વધુ ને વધુ કાપડ ની બેગ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments