Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સરસ્વતી શિશુમંદિરમાં બાળકો માટે રાત્રી રોકાણ સાથેની શિબિર યોજાઈ

મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં બાળકો માટે રાત્રી રોકાણ સાથેની શિબિર યોજાઈ

મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં બાળકો માટે રાત્રી રોકાણ સાથેની શિબિર યોજાઈ

મોરબી : સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે ધોરણ પ થી ૯ માં રાત્રિ રોકાણ સાથેની શિબિર યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓને બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય તે માટે વિવિધ પ્રવૃતિ કરાવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓનો વાર્તાલાપ, સ્વરક્ષણ માટે લાઠીદાવ, નિયુદ્ધ, સાહસિકતા વધે તે માટે ટ્રેકિંગ, પ્રાકૃતિક ખેતીની મુલાકાત, આર્યસમાજ ટંકારાની મુલાકાત, રેલવેના અનુભવ થાય તે માટે રેલવેમાં મોરબી થી વાંકાનેર સુધી વિદ્યાર્થીઓને મુસાફરી, પાકશાસ્ત્ર, શાખા, ધ્યાન સત્ર, પ્રાતઃ સ્મરણ, જાગો ગ્રાહક જાગો અંતર્ગત ગ્રાહક તરીકે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું સાથે સાથે બાળકોમાં રહેલી વિવિધ ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને “સૌરાષ્ટ્ર દર્શન” નામનો પ્રતિભા પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતે વિદ્યાર્થીઓના માતા-પિતાનું પૂજન થાય તે અંતર્ગત માતૃ- પિતૃ પૂજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.

આ પ્રમાણે અલગ અલગ ધોરણોમાં અલગ-અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતે વાલી અભિપ્રાયમાં કહેવું એવું હતું કે શૈક્ષણિક શિબિર દ્વારા વિદ્યાર્થીઓનું ખૂબ જ ઘડતર થાય છે સાથે સાથે આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. જેનો ઘણો બધો લાભ વિદ્યાર્થીઓને મળતો હોય છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments