Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પોલીસ યુવાન દશરથસિંહ ગઢવીને  "ગાર્ડ ઓફ ઑનર" દ્વારા અંતિમ વિદાય

મોરબીના પોલીસ યુવાન દશરથસિંહ ગઢવીને  “ગાર્ડ ઓફ ઑનર” દ્વારા અંતિમ વિદાય

મોરબીના હજનાળી ગામના વતની અને હાલ મોરબી રહેતા ચારણ ગઢવી યુવાન દશરથસિંહ લાલુભા ગઢવી ગુજરાત રેલ્વે પોલીસમાં ફરજ બજાવતા હતા. રાજકોટ પોલીસ સ્ટેશનમા ચાલુ ફરજ દરમિયાન હાર્ટએટેકથી અવસાન થયુ છે. આ દુખઃદ ઘટનાથી ગુજરાત પોલીસ તથા સમગ્ર ચારણ સમાજમા શોક વ્યાપી ગયો છે. દશરથસિંહ ગઢવી મોરબી ચારણ સમાજના અગ્રણી ડૉ.કિશોરદાન ગઢવીના નાનાભાઈ છે. ચાલુ ફરજ દરમિયાન હાર્ટએટેકથી અવસાન થતા દશરથસિંહ ગઢવીને ગુજરાત પોલીસ દ્વારા સન્માન સાથે “ગાર્ડ ઓફ ઑનર” દ્વારા અંતિમ વિદાય આપવામા આવી હતી. રાષ્ટ્રભક્તિ, દેશસેવામા ચારણ સમાજ હર હંમેશ અગ્રેસર રહ્યો છે. ચારણ યુવાન દશરથસિંહ લાલુભા ગઢવીને ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઑનર સન્માન આપવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments