મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નવલખી રોડ ઉપર ગાયત્રીનગર મેઈન રોડ પાસે જાહેરમાં ઓનલાઈન ગુરુ એપ્લિકેશન મારફતે ક્રિકેટનો સટ્ટો રમતા આરોપી રમેશ જ્યેન્દ્રભાઈ કેશવાણી રહે.મહેન્દ્રપરા અને રોહિત ગોપાલભાઈ સોલંકી રહે.ગાયત્રીનગર વાળાને રોકડા રૂપિયા 2500 તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા 5000 મળી 7500ના મુદ્દામાલ સાથે ઝડપી લેતા આરોપીઓ કાલિકા પ્લોટમાં રહેતા અલ્તાફ ચાનીયા પાસે કપાત કરાવતા હોવાનું કબુલતા ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે સીટી બી ડિવિઝન પોલીસે મહારાણા પ્રતાપ સર્કલ પાસે જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી ચંદુ ગોવિંદભાઇ બાવરવા અને આરોપી રફીક હસનભાઈ કટિયા નામના શખ્સને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 480 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.










