Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જુના મનદુખનો ખાર રાખી બે મિત્રોને છરી ઝીંકી

મોરબીમાં જુના મનદુખનો ખાર રાખી બે મિત્રોને છરી ઝીંકી

મોરબી શહેરના ગ્રીન ચોક પાસે આવેલ મોચી શેરીમાંથી બાઈક લઈને નીકળેલા બે મિત્રો ઉપર જુના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતા એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે.

મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમાં રહેતા ફરિયાદી પંકજ પાલાભાઈ રાઠોડ નામના યુવાને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી કિશન પટેલ, કુણાલ પટેલ રહે.બન્ને મોચી શેરી અને મોઇન કુરેશી રહે.કાલિકા પ્લોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ આરોપીઓ સાથે ઝઘડો થયો હોવાથી ગઈકાલે ફરિયાદી પંકજ અને તેનો મિત્ર હાજી માણેક મોચી શેરીમાંથી નીકળતા પોતાના ઘર પાસે બેઠેલા આરોપીઓએ બન્નેને રોકી જાતિ પ્રત્યે અપમાનિત કરી ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments