Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પરશુરામધામ ટ્રસ્ટના નવા પ્રમુખ તરીકે હસુભાઈ પંડ્યાની વરણી

મોરબીના પરશુરામધામ ટ્રસ્ટના નવા પ્રમુખ તરીકે હસુભાઈ પંડ્યાની વરણી

મોરબીના પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાની તબિયત નાદુરસ્ત રહેતા તેમને સ્વૈચ્છિક રાજીનામુ આપતા નવા પ્રમુખ તરીકે હસુભાઈ પંડ્યાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ભુપતભાઈ પંડ્યાના કાર્યકાળ દરમિયાન પરશુરામ ધામનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. પરશુરામ ધામમાં અવનવા વિકાસના આયામ સ્થાપિત કરવા થોડા સમય પહેલા તબિયત નાદુરસ્ત થતા એમને જવાબદારીમાંથી મુક્ત થવા ટ્રસ્ટી મંડળમાં પ્રસ્તાવ મુકતા પરશુરામ ધામમાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. નવા પ્રમુખ હસુભાઈ પંડ્યા પણ અનેકવિધ સંસ્થા સાથે સંકળાયેલા હોય અને ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. ત્યારે નવનિયુક્ત પ્રમુખ હસુભાઈ પંડયાને સૌ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments