Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ગૌવંશ કચરો ખાવા મજબૂરઃ આમ આદમી પાર્ટીના ભાજપ સરકાર પર પ્રહાર

મોરબીમાં ગૌવંશ કચરો ખાવા મજબૂરઃ આમ આદમી પાર્ટીના ભાજપ સરકાર પર પ્રહાર

મોરબીમાં ગૌવંશ કચરો ખાવા મજબૂરઃ આમ આદમી પાર્ટીના ભાજપ સરકાર પર પ્રહાર

મોરબી : મોરબીમાં સામા કાંઠા વિસ્તારના હાઉસિંગ બોર્ડ સર્કલથી સર્કિટ હાઉસ તરફ જતા સર્વિસ રોડ ઉપર કચરાના બેફામ ઢગલા છે અને ગૌવંશ કચરો ખાતા દેખાઈ છે. ત્યારે આ દરમ્યાન આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે.

આ દરમ્યાન આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબી નગરપાલિકા અને ધારાસભ્ય દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ મોરબી અભિયાન ચલાવવામાં આવ્યું. ઘણી વખત ધારાસભ્ય, સાંસદ સભ્ય, મોરબી નગરપાલિકા તથા પ્રશાસન દ્વારા રોડ ઉપર સાવરણા લઈને ફોટો વાયરલ કરવામાં આવતા હોય છે. પરંતુ વાસ્તવિકતા શું છે ? મોરબીના સામા કાંઠા વિસ્તારના હાઉસિંગ બોર્ડ સર્કલથી સર્કિટ હાઉસ તરફ જતા સર્વિસ રોડ ઉપર કચરાના બેફામ ઢગલાં છે. અત્યાર સુધી મોરબી નગરપાલિકા અને ધારાસભ્ય છેલ્લા 30 વર્ષમાં ખાલી પબ્લિકને લોલીપોપ આપ્યા છે. તો હવે મોરબી મહાનગરપાલિકા બની છે તો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને અત્યાર સુધી અનેક ગૌવંશના મૃત્યુ થયા છે અને ત્યાંની જનતા પારાવાર મુશ્કેલી ભોગવી રહી છે તો આ બાબતને ધ્યાને લઈ વહેલી તકે યોગ્ય પગલાં ભરવા મોરબીની જનતા વતી આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments