Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં 17 જાન્યુઆરીએ સીમાડાવાળા મેલડી મા ચામુંડા માતાજીનો નવરંગ માંડવાનું આયોજન

વાંકાનેરમાં 17 જાન્યુઆરીએ સીમાડાવાળા મેલડી મા ચામુંડા માતાજીનો નવરંગ માંડવાનું આયોજન

વાંકાનેર : શ્રી સીમાડાવાળા મેલડી માતાજી તથા ચામુંડા માતાજીના સાનિધ્યમાં સમસ્ત પંચ દ્વારા સીમાડાવાળા મેલડી મા ચામુંડા માતાજીનો નવરંગ માંડવો તા. 17-1-2025 ને શુક્રવારના રોજ શ્રી સીમાડા વાળા મેલડી મા તથા ચામુંડા માતાજીના મંદિર, તીથવા(કુબા) તા. વાંકાનેર ખાતે યોજાશે.

આ માંડવામાં તા. 17-1-2025ના રોજ સવારે 9 કલાકે થાંભલી રોપવામાં આવશે. બપોરે 12 કલાકે મહાપ્રસાદ, સાંજે 4 કલાકે માતાજીનું ફુલેકુ, સાંજે 6:45 કલાકે ધૂપ આરતી, સાંજે 7 કલાકે મહાપ્રસાદ, તા. 18-1-2025ના રોજ સવારે 9:15 કલાકે થાંભલી વધાવવામાં આવશે. આ માંડવામાં રાવળદેવ હરેશભાઈ પનારા, ટંકારા સાઉન્ડ સિસ્ટમના સથવારે રમઝટ બોલાવશે. આ માંડવાનું ચામુંડા વિઝન દ્વારા લાઈવ વીડિયો પ્રસારણ કરવામાં આવશે.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે દેવરાજભાઇ આલ તેમજ સર્વે મિત્ર મંડળ સમગ્ર કાર્યક્રમના આયોજનની જહેમત ઉઠાવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments