Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં ભયાનક શસ્ત્રથી કરેલ ઈજાના તમામ આરોપીઓને કોર્ટે ગુનો પુરવાર ન થતા...

મોરબીમાં ભયાનક શસ્ત્રથી કરેલ ઈજાના તમામ આરોપીઓને કોર્ટે ગુનો પુરવાર ન થતા 5 વર્ષના અંતે નીર્દોષ જાહેર કર્યા

મોરબીના વણકરવાસમાં ભયાનક શસ્ત્રથી કરેલ ઈજાના તમામ આરોપીઓને કોર્ટે ગુનો પુરવાર ન થતા ૫ વર્ષના અંતે નીર્દોષ જાહેર કર્યા.

આ કામેની ફરીયાદ એ રીતે કે આ કામના આરોપીઓએ અગાઉના ઝઘડાનો ખાર રાખી આરોપી નં.૧નાએ ફરીયાદીને માથાના ભાગે તલવાર વતી ઈજા કરી આ કામના અન્ય આરોપીઓ નં. ૨ થી ૪ નાઓએ ફરીયાદીને તથા તેની પત્નીને ઢીકાપાટુનો મુંઢમાર મારી એકબીજાને ગુનામા મદદગારી કરી જીલ્લા મેજી. સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા મુજબનો ગુનો નોંધવામાં આવેલ. સદરહુ કામે મોરબી એ ડીવી. પોલીસ દવારા નં. ૭૬/૨૦૧૯ થી ગુનો રજીસ્ટરે લઈ આ કામના આરોપીનં.(૧) શૈલેશભાઈ રવજીભાઈ ઉર્ફે નાથાભાઈ જાદવ (૨) રવજીભાઈ ઉર્ફે નાથાભાઈ મંગાભાઈ જાદવ (૩) ચંપાબેન રવજીભાઈ ઉર્ફે નાથાભાઈ (૪) વીજુબેન ઉર્ફે વર્ષાબેન શૈલેશભાઈ જાદવ ની ધરપકડ કરવામાં આવેલ. સદરહુ તમામ આરોપીઓએ તેના વિરુધ્ધના આ કેસમાં બચાવ કરવા મોરબી જીલ્લાના યુવા એડવોકેટ જે. ડી. સોલંકી ને રોકેલા હતા.

આ કામે ફરીયાદપક્ષ દવારા ફરીયાદી, તથા અન્ય સાહેદો ના પુરાવાઓથી ચોકકસ કયા હથીયાર દવારા ઈજા કરવામાં આવેલ તે પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય તથા ડોકટરશ્રી ના પુરાવામાં ઈજા પામનારને તલવાર વતી ઈજા કરવામાં આવેલ હોય તેવો લેશમાત્ર પુરાવો આવેલ નથી. તથા તપાસ કરનાર અધીકારી શ્રીની જુબાની માં પણ ચોકકસ કયા હથીયાર થી ફરીયાદીને ઈજા કરવામાં આવેલ. ફરીયાદી તથા સાહેદોની જુબાનીમાં ઘણો વિરોધાભાષ રેકર્ડ ઉપર આવેલ છે. તમામ પુરાવાના અંતે આરોપી પક્ષના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ઈજા પામનાર ફરીયાદી ડોકટરશ્રીને ઘોકાથી ઈજા થયેલ નું જણાવેલ અને ફરીયાદમાં તલવાર થી ઈજા થયેલ તેમ જણાવેલ. અને ફરીયાદી તેની કોર્ટ રૂબરૂની જુબાનીમાં તેને જે તલવારથી ઈજા થયેલ તે તલવાર પણ ઓળખી શકેલ નથી. તપાસ કરનાર અધીકારીએ તલવાર કબજે કરેલ છે પરંતુ ધોકો કબજે કરવામાં આવેલ નથી. અન્ય સાહેદોના પુરાવાઓમા કોઈ સાહેદ ધોકાથી ઈજા થયાનુ જણાવે છે. તો કોઈ સાહેદ તલવારથી ઈજા થયેલ નું જણાવે છે તો કોઈ સાહેદ ઈટ થી ઈજા થયેલ નું જણાવેલ છે. જેથી હાલના કામે ઈજા કયા હથીયાર થી થયેલ તે પુરવાર ફરીયાદ પક્ષ કરી શકેલ નથી. આમ સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી તેમજ આરોપીઓએ આ શિક્ષાપાત્ર ગુનો કરેલ હોવાનું નિઃશંકપણે સાત્તયસભર, સબળ, વિશ્વસનીય, માનવા લાયક, આધારભૂત પુરાવાથી પુરવાર કરવામાં ફરીયાદપક્ષ નિષ્ફળ ગયેલ હોય. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષની તમામ દલીલો માની નામદાર કોર્ટે ભયાનક શસ્ત્રથી કરેલ ઈજાનો ગુનો પુરવાર ન થતો હોય તમામ આરોપીને તા. ૧૭-૦૧-૨૦૨૫ ના રોજ નીર્દોષ છોડી મુકવાનો હુકમ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કરેલ. આ કામે બચાવ પક્ષે યુવા વકીલ જીતેન્દ્ર ડી. સોલંકી, દેવકરણ એ. પરમાર, નરેશ પી. ડાભી, મયુર ડી. ઉભડીયા, દીપક એમ. મકવાણા, પીન્ટુ ડી. પરમાર, હીના એન. સાંઘાણી, આરતી એસ. અમૃતીયા, કીંજલ આર. જીવાણી, રોકાયેલા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments