Sunday, July 27, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiવિનોદભાઈ ચાવડા દ્વારા મોરબી વિધાનસભા વિસ્તારમાં પ્રચાર – પ્રસાર અર્થે મોરબી શહેર...

વિનોદભાઈ ચાવડા દ્વારા મોરબી વિધાનસભા વિસ્તારમાં પ્રચાર – પ્રસાર અર્થે મોરબી શહેર મધ્યે લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું

કચ્છ:કચ્છ લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા એ મોરબી વિધાનસભાના માળીયા તાલુકામાં બોડકી, ખીરસરા, તરઘરી ગામે ચુંટણી પ્રવાસ યોજી આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દ્વારા ભારતને ટોચનું સ્થાન અપાવવા વિકસિત ભારત અંતર્ગત અનેક પ્રકલ્પોને સિદ્ધ કરવાનું નિર્ધાર કરવામાં આવેલ છે ત્યારે સૌ એ આ ચુંટણીમાં મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને બહુમતી સાથે વિજયી બનાવી ત્રીજી વખત દેશનું સુકાન સોંપવા જનસમર્થન આપવા માટે અપીલ કરી હતી.

વિનોદભાઈ ચાવડા એ માળીયા તાલુકાના નાના દહીંસરા ગામ મધ્યે પ.પૂ. શ્રી જમનાદાસ બાપુના વ્યાસપીઠે આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રસંગે હાજરી આપી એવમ કથાનું શ્રવણ કર્યું ત્યારબાદ મોરબી એ.પી.એમ.સી. મધ્યે વ્યાપારી સંગઠનના સૌ આગેવાન અને સભ્યશ્રીઓ સાથે બેઠક યોજી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતભરમાં વ્યાપારક્ષેત્રે પૂરું પાડવામાં આવેલ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે વિદેશોમાં માલ – સામાન એક્ષપોર્ટ કરવા દરીયાઈ ક્ષેત્રે તથા હવાઈ માર્ગે સેવાઓને વધુને વધુ વિકસીત કરવાની દિશામાં થયેલ કાર્ય અંગેની રૂપરેખા આપી સાથે મતદાન કરવા એવમ જનસમર્થન માટેની અપીલ કરી હતી.

લોકસભા ચૂંટણી અંતર્ગત મોરબી વિધાનસભાના મોરબી શહેર મધ્યે વિનોદભાઈ એ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને મતદાન કરવા વધુને વધુ પ્રચાર – પ્રસાર કરવા સાથે બુથ મજબુત કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, પ્રદેશ ભા.જ.પા ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, મોરબીના ધારાસભ્ય કાન્તિલાલભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ.અમૃતિયા,જેઠાભાઈ આહિર, મોરબી શહેર ભાજપ પ્રમુખ શ્રી લાખાભાઈ જરીયા, પાર્ટી આગેવાનો, જિલ્લા પંચાયત – તાલુકા પંચાયત હોદ્દેદાર સાથે સભ્યશ્રીઓ, સામાજીક આગેવાનો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments