Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની સિવિલ હોસ્પીટલમાં મહારાણી શ્રી નંદકુંવરબા જનાના હોસ્પિટલનું બોર્ડ લગાવાયું

મોરબીની સિવિલ હોસ્પીટલમાં મહારાણી શ્રી નંદકુંવરબા જનાના હોસ્પિટલનું બોર્ડ લગાવાયું

રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ અને રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ અને રાજપૂત કરણી સેનામાં પ્રદેશ કક્ષાએ કામ કરેલ એવા કનકસિંહ ડી જાડેજા અને જયુભા જાડેજાએ સિવિલ હોસ્પીટલના ડોક્ટર દૂધરેજિયાના મળીને સિવિલ હોસ્પીટલમાં મહારાણી શ્રી નંદ કુંવરબા જનાના હોસ્પિટલનું બોર્ડ લગાવવા રજૂઆત કરવામાં આવી હતી

મહારાણી શ્રી નંદકુંવરબા સાહેબ જનાના હોસ્પિટલ મોરબીની પ્રજાને હમેશ મેડીકલ સુવિધાની સેવા મળે માટે રોયલ પરિવારે મોરબીમાં હોસ્પિટલ બનાવી હતી અને બાદમાં સ્વતંત્રતા બાદ હોસ્પિટલનું સંચાલન સરકાર કરે છે પરંતુ રોયલ પરિવારને મોરબીની પ્રજા પ્રત્યે આજે પણ લાગણી એટલી જ છે મોરબીમાં આફત આવે ત્યારે મોરબીની પ્રજાની સાથે રોયલ પરિવાર ઉભો રહે છે જેથી લોકોને પણ રાજવી પરિવારની સ્મૃતિ રહે માટે તેમના નામનું બોર્ડ કાયમી માટે રાખવાના હેતુથી સિવિલ હોસ્પિટલમાં મહારાણી શ્રી નંદકુંવરબા નામનું બોર્ડ લગાવવામાં આવ્યું છે

જે બોર્ડ લગાવવાની કામગીરી માટે ન્યુ પેલેસ તરફથી વિશ્વરાજસિંહ જાડેજા અને તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તેમ તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજાની યાદીમાં જણાવ્યું છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments