મોરબીના છેવાડા વિસ્તારનો મુખ્ય રોડ બંધ કરી દેવતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રોડ બનાવવા મારે કોરોડોની ગ્રાન્ટ આવી હોય અને તંત્રએ રસ્તો બનાવી પણ નાખ્યો છે.પણ અમુક લોકોએ આ મુખ્ય રોડ બંધ કરી દેતા 3-4 કિમિ ફરી ફરીને જવું પડે છે.આથી લોકોને ભારે હાલાકી પડતી હોય આ રોડ ખુલ્લો કરવાની માંગ સાથે રજુઆત કરવામાં આવી છે.
મોરબીના છેવાડે આવેલ તુલસી પાર્કમાં રહેતા ગોગરા કાળુંભાઈ મેંસુરભાઈએ કલેક્ટરને રજુઆત કરી હતી કે,ઉમા રેસિડેન્સી, તુલસી પાર્ક, બાયપાસ પાર્ક, મનુભાઈ પાર્ક, ફિદાય પાર્ક, આનંદનગર, લાયન્સનગર, ગોકુળનગર, વાડી વિસ્તારના રહીશો માટે ગોકુળનગર મેઈન રોડ થી કપોરીની વાડી સુધી મુખ્ય રોડ છે.આ રોડ ઉપરના વિસ્તારોના લોકોની અવરજવર કરવા માટે જીવાદોરી છે. આ રસ્તાને અમુક લોકોએ ગેરકાયદે બાંધકામ કરીને બંધ કરી દીધો છે.આ મુખ્ય રસ્તો બંધ થવાથી સ્થાનિક લોકોને શનાળા બાયપાસ થઈ દલવાડી સર્કલ સુધી ફરી ફરીને જવું પડે છે.એટલે 3થી 4 કિમીનો આટો થાય છે.જો કે આ રસ્તો ખુલ્લો કરવા રજુઆત કરી હતી પણ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. આથી તેઓએ કલેક્ટરને રજુઆત કરી ગેરકાયદે બંધ કરાયેલો રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે.













